છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર
Live TV
-
છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર
છોટા ઉદેપુર જીલ્લાનાં બોડેલી, જેતપુર પાવી અને કવાંટ તાલુકામાં ભારે ગાજ વીજ સાથે ધીમી ધારે ખેતી લાયક વરસાદ વરસતાં ખેડુતોમાં ખુશીની લહેર છવાઈ હતી. છોટા ઉદેપુર જીલ્લાના ખેડુતો છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદ ની આતુરતા પૂર્વક રાહ જોતા હતા ત્યારે ગઈ રાત્રી નાં સમયે ભારે ગાજ વીજ સાથે ધીમી ધારે એક કલાક સુધી સારો એવો ખેતી લાયક વરસાદ વરસતાં ધરતીપુત્રો હરખાયા છે અને આજથી વાવણીનાં કામમાં જોતરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર જીલ્લામાં ક્વાંટ તાલુકામાં અને છોટા ઉદેપુર તાલુકામાં આગાઉ વરસાદ વરસ્યો હતો જેને લઇને ખેડુતો ખેતરો ખેડી વરસાદની રાહ જોતા હતા, પંરતુ છોટા ઉદેપુર જીલ્લા નાં બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકામાં વરસાદ વરસ્યો ન હોતો, ત્યારે ગત રાત્રિનાં બોડેલી જેતપુર પાવી અને કવાંટ તાલુકામાં સારો વરસાદ વરસતાં ખેડુતો વાવણી શરૂ કરી દીધી છે, જયારે સંખેડા અને નસવાડી તાલુકામાં હજી નહિવત વરસાદ વરસ્યો છે.
