જંત્રીના નવા દર અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખેતી-બિનખેતી જમીનમાં જંત્રીના દર બે ગણા રખાયા
Live TV
-
ખેતીમાં 25 ટકાના બદલે 20 ટકા અને ખેતીથી બિન ખેતી માટે 40ના બદલે લેવાશે 30 ટકા પ્રિમિયમ
રાજ્યમાં આવતીકાલથી જંત્રીના નવા દર અમલમાં આવી રહ્યાં છે, તે પહેલા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેતી તથા બિન ખેતીના જમીનના દરો બે ગણા યથાવત્ રાખવામાં આવ્યા છે. જ્યારે જમીન અને બાંધકામના સંયુક્ત દરમાં રહેણાંક માટે બે ગણાના બદલે 1.8 ગણા, જ્યારે ઓફિસના દર બે ગણાના બદલે 1.5 ગણા રાખવાનું નક્કી કરાયું છે. જ્યારે દુકાનના માટેના દર બે ગણા યથાવત્ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રિમિયમના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ખેતીથી ખેતી માટેની જમીનનું 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાશે. જ્યારે ખેતીથી બિનખેતી માટે 40 ટકાના સ્થાને 30 ટકાનું પ્રિમિયમ લેવાશે. પેઈડ FSI માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. પ્લાન પાસિંગની પ્રક્રિયામાં સ્ક્રુટીની ફી ભરેલી હોય તેવા કિસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ FSI વસુલવામાં આવશે. જે કિસ્સામાં પ્લાન પાસ થયેલા હોય અને FSIના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તો, નવી જંત્રીની અસર પેઈડ FSIમાં લાગુ નહીં પડે.