જગ્ન્નાથ પ્રભુની રથયાત્રાની તડામાર તૈયારીઓ સાથે પોલીસ બેડાનો ધમધમાટ
Live TV
-
રથયાત્રામાં સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રહેશે. પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કરીને કહ્યું કે, 24 અને 25 જૂને સવારમાં 6 વાગ્યે મેઇન રિહર્સલ થશે. ભીડ નિંયત્રણ, આગની કટોકટી કે ખોવાયેલા બાળકોને શોધવા AIની મદદ લેવાશે.
અમદાવાદમાં આગામી 27મી જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લઈ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. કોઈ પણ પ્રકારની સુરક્ષામાં ચૂક રહે નહીં તે પ્રકારની શહેર પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે, તો તારીખ 24 અને 25 જૂનના રોજ સવારે 6 વાગ્યે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં રહેશે હાજર
તારીખ 27 જૂનના રોજ શુક્રવારે રથયાત્રામાં સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રહેશે. હાજર સવારે સાડા ચાર વાગ્યે વિશિષ્ટ ભોગ ખીચડી દહીં અને કોળાનું શાકનો ભોગ ચડાવવામાં આવશે. સવારે 5:00 વાગ્યે જગન્નાથજીનું અતિ પ્રિય આદિવાસી નૃત્ય રાસ ગરબાનું આયોજન
જગન્નાથ પ્રભુ માટે ખાસ વાઘા અને સોના-ચાંદીના આભૂષણો તૈયાર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાંના શુભ પ્રસંગો શરૂ થઈ ગયા છે. સરસપુર મોસાળ મંદિરે વાસણા પરિવારે ભાવભેર મામેરું અર્પણ કર્યું હતું. ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જગન્નાથ પ્રભુ માટે ખાસ વાઘા અને સોના-ચાંદીના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોના-ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. આજે સોમવારે મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે. ત્યાંથી સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે..
