જળસંચય અભિયાન હેઠળ CM રૂપાણીએ શેરથા ગામે જાતે JCB ચલાવી પ્રારંભ કર્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે સુજલામ સુફલામ જળ અભિયાનનો લોક સહયોગથી શરૂ થયેલો મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવશે જ.
રાજ્યના જળસંચય અભિયાનને લઈને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે સુજલામ સુફલામ જળ અભિયાનનો લોક સહયોગથી શરૂ થયેલો મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવશે જ.
આજે વિજયભાઈ રૂપાણીએ આ અભિયાન અંતર્ગત ગાંધીનગરના શેરથા ગામે તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ જાતે જે.સી.બી. મશીન ચલાવીને કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી ચોમાસા પહેલા રાજ્યમાં 13 હજાર જેટલા તળાવો ચેક ડેમ જળાશયો ઊંડા કરવાના તેમજ રાજ્યની 32 જેટલી નદીઓને પુનઃ જીવિત કરીને અને પરંપરાગત જળ સ્ત્રોતના નવીનીકરણ નવસાધ્યકરણ દ્વારા 11હજાર લાખ ઘન ફુટથી વધુ વરસાદી પાણીના સંગ્રહના આયોજનમાં જન શક્તિને જોડાઈ જવા આહવાન કર્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં આ સુજલામ સુફલામ જળ અભિયાન દરમ્યાન 138 તળાવો ઊંડા ઉતારવાના કામો, 40 ખેત તલાવડીના કામો અને ખારી નદી પુનઃજીવિત કરવાના કામો 138 જે.સી બી 79 ડમ્પર ટ્રેક્ટરના ઉપયોગથી હાથ ધરાવાનાં છે. આ અવસરે રાજ્ય આયોજન પંચ ઉપાધ્યક્ષ નરહરિ અમીન, ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગરના મેયર પ્રવીણ ભાઈ તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
