મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવશે - CM રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ,સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, સુજલામ સુફલામ જળ અભિયાનનો ,લોક સહયોગથી શરૂ થયેલો મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવશે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ,સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, સુજલામ સુફલામ જળ અભિયાનનો ,લોક સહયોગથી શરૂ થયેલો મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવશે . વિજય ભાઈ રૂપાણી એ ,આ અભિયાન અંતર્ગત ગાંધીનગરના ,શેરથા ગામે તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ જાતે, જે.સી.બી. મશીન ચલાવીને કરાવ્યો હતો. મુખ્યમંત્રી એ આગામી ચોમાસા પહેલા ,રાજ્યમાં 13 હજાર જેટલા તળાવો ,ચેક ડેમ ,જળાશયો ઊંડા કરવાના તેમજ રાજ્યની 32 જેટલી નદીઓ ને ,પુનઃ જીવિત કરીને અને પરંપરાગત જળ સ્ત્રોત ના ,નવીનીકરણ દ્વારા ,11 હજાર લાખ ઘન ફુટ થી ,વધુ વરસાદી પાણીના સંગ્રહના ,આયોજનમાં ,જન શક્તિને જોડાઈ ,જવા આહવાન કર્યું હતું. ગાંધીનગર જિલ્લામાં આ સુજલામ સુફલામ જળ અભિયાન દરમ્યાન 138 તળાવો ઊંડા ઉતારવાના કામો ,40 ખેત તલાવડીના કામો અને ,ખારી નદી પુનઃ જીવિત કરવા ના કામો ,138 જે.સી બી ના ઉપયોગ થી, હાથ ધરાવાનાં છે. આ અવસરે રાજ્ય આયોજન પંચ ઉપાધ્યક્ષ નરહરિ અમીન.ધારાસભ્ય શમ્ભુજી ઠાકોર. ગાંધીનગરના મેયર પ્રવીણ ભાઈ તેમજ ,અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા
