જળ બચાવો : અરવલ્લી જિલ્લામાં પાણીના સંગ્રહ માટે ખાસ કેમ્પેઇન ચલાવાશે
Live TV
-
ઉનાળાની શરૂઆતમાં પાણીની સમસ્યાઓ ઉદભવે છે ત્યારે આ વર્ષે રાજ્ય સરકારના ખાસ અભિયાન કંઝર્વેશન કેમ્પેઇન સમગ્ર રાજ્યમાં શરૂ કરાશે, જે અંતર્ગત મોડાસા ખાતે ખાસ બેઠક યોજાઈ હતી.
ચોમાસા દરમિયાન પાણીનો મહત્તમ સંગ્રહ થાય તે હેતુથી રાજ્ય સરકારે ખાસ કંઝર્વેશન કેમ્પેઇન શરૂ કર્યું છે, જે અંતર્ગત પાણીનો સંગ્રહ કરવામાં આવશે. આ માટે સામાજિક અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાસે ખાસ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાણી બચાવો અભિયાન અંતર્ગત વૉટર કંઝર્વેશન કેમ્પેઇન અંતર્ગત હયાત તાળાવોને ઊંડા કરવા, ચેક ડેમની કેપેસિટી વધારવી જેવા નિર્ણયો લેવાયા હતા.
પાણી બચાવો અભિયાનમાં જિલ્લાની સ્થાનિક NGOs, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મી સંસ્થાઓ, ઔધોગિક એકમો તેમજ સ્થાનિક ગ્રામજનોનો વિશેષ ભાગીદારી રહેશે તેવું મંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ આર.એમ.જાદવ, કલેક્ટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી, વનવિભાગના અધિકારીઓ સહિત મોડાસા-બાયડ પ્રાયોજનના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક