Skip to main content
Settings Settings for Dark

જામનગરના મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ મનપાની સામાન્ય સભા

Live TV

X
  • જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં જુદી જુદી 13 ખાસ સમિતિઓની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

    જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા નવનિયુક્ત મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સામાન્ય સભામા જ મેયરે તેમના મિજાજનો પરિચય આપતાં એજન્ડા મુજબની કાર્યવાહી માટે આગ્રહ રાખ્યો. પરંતુ સભા પ્રારંભે જ વિપક્ષી કોર્પોરેટર યુસુફ ખફીએ શહેરમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટનો મુદો ઉઠાવતા મેયરએ તેમને અટકાવ્યા હતા અને બોર્ડ ચુંટણી માટેનું હોવાનું જણાવ્યું હતું બીજી તરફ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ પણ રાજ્ય સરકારનાં ગેઝેટનો હવાલો ટાંકી ચુંટણીના બોર્ડમાં પણ પ્રશ્નોની ચર્ચા માટે સમય ફાળવી શકાતો હોવાનું જણાવી અડધો કલાક શહેરનાં પ્રશ્ને ચર્ચા માટે ફાળવવાની માંગણી કરી હતી પરંતુ મેયરે વિપક્ષની ચર્ચાની માંગણીઓ ફગાવી દીધી હતી જેથી વિપક્ષે ઉગ્ર સુત્રોચ્ચારો કરી વોકઆઉટ કર્યું હતું ત્યારબાદ જુદી જુદી 13 ખાસ સમિતિઓની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાત સાત સભ્યો ધરાવતી 13 સમિતિઓના સભ્યો ને બિનહરીફ ચુટાયેલા જાહેર રવમાં આવ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply