સંસ્કારી નગરીમાં આવેલી મહાદેવની વિરાટકાય પ્રતિમા બનશે સુવર્ણમય
Live TV
-
સુરસાગર તળાવની મધ્યમાં આવેલી શિવજી પ્રતિમા સુવર્ણની જેમ ચમકશે
વડોદરાની આગવી ઓળખ એટલે શહેર મધ્યે આવેલ સુરસાગર મધ્યે બિરાજમાન 111 ફૂટ ઊંચી મહાદેવની વિરાટકાય પ્રતિમા ને હવે આ શિવ પરિવારે સુવર્ણ આવરણ ચઢાવવાનો સંકલ્પ લેવાયો છે. હવે આ સુરસાગર તળાવની મધ્યમાં આવેલી શિવજી પ્રતિમા સુવર્ણની જેમ દમકશે-ચમકશે. આ કાર્યમાં ધારાસભ્ય યોગેશ પટેલ તથા સંકલ્પ મહા અભિયાનના પ્રણેતા અમેરિકા નિવાસી ર્ડો.કિરણ પટેલ અને પલ્લવી પટેલ દ્ધારા અભિયાન નો આરંભ કરાવાયો.આ સુવર્ણ આવરણ ચઢાવવા માટે અંદાજિત 9 કરોડનો ખર્ચ થશે. જેની 50% રકમ દાતા કિરણ પટેલ આપશે. આ અંગેની જાહેરાત દરમિયાન વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર જિગીષાબેન ભટ્ટ, ઉપરાંત વડોદરાના રાજવી સમરજિતસિંહ ગાયકવાડે ડો. કિરણ પટેલ અને તેમના ધર્મ પત્ની પલ્લવીબેન પટેલ નું સન્માન કર્યું હતું.
