Skip to main content
Settings Settings for Dark

જામનગરના લાખા બાવળા ગામે યોજાયો યુથ આઇકોન એવોર્ડ કાર્યક્રમ

Live TV

X
  • કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓને 'યુથ આઇકોન એવોર્ડ ૨૦૧૮' થી સન્માનિત કરવામાં આવ્યા

    જામનગરના લાખા બાવળા ગામે યુથ આઇકોન એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓને 'યુથ આઇકોન એવોર્ડ ૨૦૧૮' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈધ, સમાજ સેવા ક્ષેત્રનાં ડો. શ્રધ્ધા શર્મા, અને મહેશ સવાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગકારોમાં સ્નેહલ ગોહેલ, કૌશલ પટેલ, ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાની, પત્રકાર ધૈવત ત્રિવેદી, અભિનેત્રી આરોહી પટેલને પણ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે બોલીવુડ ગાયિકા મમતા શર્મા, કીર્તીદાન ગઢવી , ગઝલકાર મનહર ઉદાસ, સમાજ સેવક જગદીશ ત્રિવેદી જેવા અનેક કલાકારોને યુથ આઇકોન એવોર્ડ 2018 થી નવાજવા માં આવ્યા હતા. યુથ આઇકોન એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કૃષિમંત્રી પુરષોતમ રૂપાલા, ઉતરાખંડનાં વન મંત્રી ડો. હરક સિંહ રાવત, સાંસદ પુનમબેન માડમ અને યુથ આઇકોન એવોર્ડ ગુજરાત ચેપ્ટરના પ્રમુખ, પ્રતિભાબેન કનખરા ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply