સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસમાં નગર પાલિકા કરશે ડસ્ટ બીનનું વિતરણ
Live TV
-
કાર્યક્રમમાં અંતર્ગત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવીને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસમાં નગર પાલિકા દ્રારા યોગી મિલન સોસાયટીમાં ડસ્ટ બીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પાલિકાના ચીફ ઓફિસર મોહિત કુમારીની અઘ્યક્ષતામાં ડસ્ટ બીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવીને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગર પાલિકાના સભ્યો સાથે શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા અને નગર પાલિકાની સ્વચ્છતાને અનુલક્ષીને નગર પાલિકાના કાર્યની પ્રશંસા કરી હતી.
