Skip to main content
Settings Settings for Dark

જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ 6,111 મીટર ઊંચું માઉન્ટ યુનામ સર કર્યું

Live TV

X
  • જામનગરના માત્ર 9 વર્ષીય વિહાન ચેતરિયાએ હિમાલયમાં 6,111 મીટર ઊંચાઈ ધરાવતું માઉન્ટ યુનામ સફળતાપૂર્વક સર કરીને સાહસ અને પર્વતારોહણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિહાને 10 સપ્ટેમ્બરે Bikat Adventures દ્વારા આયોજિત અભિયાન અંતર્ગત માઉન્ટ યુનામ નું શિખર સર કર્યું હતું. વિહાનની આ સિદ્ધિની વિશેષતા એ છે કે 6,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા શિખરનું સફળતાપૂર્વક આરોહણ કરનાર વિશ્વના બીજા સૌથી નાની ઉંમરના પર્વતારોહક તરીકે તેનું નામ સામે આવ્યું છે. લગભગ 6111 મીટર ઊંચું માઉન્ટ યુનામ હિમાલયનું પડકારજનક શિખર માનવામાં આવે છે. અત્યંત ઠંડી, ઓછી ઓક્સિજન, ઊંચાઈને કારણે સર્જાતી મુશ્કેલીઓ અને કઠિન પર્વતીય પરિસ્થિતિ વચ્ચે વિહાને આ અભિયાન પૂર્ણ કર્યું હતું.

    નાની ઉંમરે મોટું સાહસ
    માત્ર 9 વર્ષની ઉંમરે વિહાને મેળવેલી આ સિદ્ધિ તેની દૃઢ ઇચ્છાશક્તિ, શારીરિક ક્ષમતા, માનસિક મજબૂતી અને સાહસિક વૃત્તિનું ઉદાહરણ બની છે.

    વિહાનના માતા-પિતા ડૉ. ઉમેદ ચેતરિયા અને દક્ષા ચેતરિયાએ જણાવ્યું હતું કે, “વિહાનને નાનપણથી જ પ્રકૃતિ, ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓમાં રસ રહ્યો છે. અમે તેને માત્ર અભ્યાસ પૂરતો સીમિત રાખવાને બદલે પ્રકૃતિ અને રમતગમત સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”
    પરિવારના જણાવ્યા અનુસાર, વિહાનની આ સિદ્ધિનો ઉદ્દેશ અન્ય બાળકોને પણ આઉટડોર પ્રવૃત્તિઓ, રમતગમત અને પ્રકૃતિ સાથે જોડાવા માટે પ્રેરિત કરવાનો છે.

    બાળકો માટે પ્રેરણાનો સંદેશ
    વિહાનની આ સાહસિક સફર સાથે તેનો પરિવાર એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપી રહ્યો છે—આજના ડિજિટલ યુગમાં બાળકોનો મોબાઇલ અને સ્ક્રીન પરનો વધતો સમય ઘટાડીને તેમને મેદાન, પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ તરફ વાળવાની જરૂર છે.
    “બાળપણને વ્યસન નહીં, સાહસ જોઈએ” — આ સંદેશ સાથે વિહાન અન્ય બાળકોને પણ શારીરિક તંદુરસ્તી જાળવવા, પ્રકૃતિને નજીકથી અનુભવવા અને જીવનમાં પડકારજનક લક્ષ્યો નક્કી કરવા પ્રેરિત કરી રહ્યો છે.
    માઉન્ટ યુનમના સફળ આરોહણ સાથે જામનગરના આ નાનકડા પર્વતારોહકે હિમાલયમાં પોતાની સાહસિક સફરમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરતાં ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે.

    વિહાને પોતાની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ NIMSDAIને સમર્પિત કરી છે અને દેશના પર્વતારોહણ ક્ષેત્ર પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

    આ ઉપરાંત, હિમાલયની ઊંચાઈઓ પર તેણે ગર્વપૂર્વક તિરંગો તથા “જય જય ગરવી ગુજરાત” બેનર પણ લહેરાવ્યું.

    ગુજરાતની ધરતીનો એક નાનકડો પર્વતારોહક આજે હિમાલયની ઊંચાઈઓ પર ગુજરાતની શાન અને ગૌરવનો સંદેશ પહોંચાડી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
apply