જામનગરમાંથી હાથ બનાવટનો દેશી બોંબ મળ્યો, જેને ડિફ્યુઝ કરાયો
Live TV
-
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાંથી હાથ બનાવટનો દેશી બોંબ મળી આવતા બોંબને ડિફ્યુઝ કરી તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયો છે. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રાણાભાઈ નામના નાગરિકને શંકાસ્પદ હાલતમાં એક બોક્સ દેખાતા તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કરતાં બોક્સમાંથી ઘડીયાળ સૂતળી બોંબ અને બેટરી મળી આવ્યા હતા જેના આધારે પોલીસે બોમ્બનો કબજો મેળવી વધુ તપાસ અર્થે મોકલી આપ્યો હતો.
