પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે
Live TV
-
સુરત એરપોર્ટ ટર્મિનલનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અમરોલી ખાતે નવનિર્મિત ફ્લાયઓવરનું લોકાર્પણ કરી રામપુરા ખાતેની વિનસ હોસ્પીટલના બિલ્ડીંગનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસ માટે ગુજરાત આવી રહ્યાં છે. તેઓ સુરત એરપોર્ટ ટર્મિનલનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અમરોલી ખાતે નવનિર્મિત ફ્લાયઓવરનું લોકાર્પણ કરી રામપુરા ખાતેની વિનસ હોસ્પીટલના બિલ્ડીંગનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ જાહેર સભાને સંબોધન કરશે. સુરતથી તેઓ નવસારી જવા રવાના થશે. જ્યાં એક કાર્યક્રમમાં હાજરી આપી તેઓ પાછા સુરત પરત ફરશે. અહીં તેઓ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે. અને સુરતથી જ દિલ્હી માટે પ્રસ્થાન કરશે.
