Skip to main content
Settings Settings for Dark

જામનગર : જન્મદિવસે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ, વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • જામનગરના વોર્ડ નં.૨ માં આવેલા મચ્છરનગર વિસ્તારમાં રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત, વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુવિધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વાંચન પ્રત્યે રૂચિ વધારવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અનુકૂળ અને શાંત વાતાવરણ પૂરું પાડવાનો છે.

    આ પ્રસંગે રાજ્યમંત્રીએ લાઇબ્રેરીની સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે, સંવાદ સાધ્યો હતો. લાઇબ્રેરીના પ્રારંભથી વોર્ડ નં. ૨ અને આસપાસના વિસ્તારના યુવાનો તેમજ વાંચનપ્રેમીઓને એક જ સ્થળે અભ્યાસ અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરવાની શ્રેષ્ઠ તક મળશે.

    ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ કેન્દ્ર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓની સાથે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકાઈ રહ્યો છે.

    આ કાર્યક્રમમાં મહંત દેવપ્રસાદજી મહારાજ, સ્વામી ચત્રભુજ દાસજી મહારાજ, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-09-2026 Max Temp : °C Min Temp : °C
apply