Skip to main content
Settings Settings for Dark

જામનગર જિલ્લામાં રવિવારે ખાબકેલા વરસાદથી 5 ડેમ ઓવરફ્લો, કાલાવડ અને જામજોધપુરમાં 10 ઈંચ વરસાદ

Live TV

X
  • જામનગર જિલ્લામાં રવિવારે ખાબકેલા વરસાદથી જિલ્લાના સોરઠી, ફુલઝર અને વોડીસાંગ સહિતના 5 ડેમ ઓવરફ્લો થયાં છે. જિલ્લાના બે તાલુકા કાલાવડ અને જામજોધપુરમાં 10 ઈંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે સડોદર ગામે તણાયેલી ત્રણ ભેંસના મોત થયાં હતાં. 

    જામનગર જિલ્લામાં 24 કલાકમાં વિવિધ તાલુકાઓમાં અડધાથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં લાલપુરમાં 05, જોડિયા, જામજોધપુર અને ધ્રોલમાં 1.5 ઇંચ અને જામનગરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા ફૂલઝર અને ઉમિયાસાગર તથા કોટડા બાવીસી ડેમના દરવાજા ખોલીને પાણીના પ્રવાહને સમતોલ કરાયો છે. તો બીજી તરફ કાલાવડ-જામનગર વચ્ચેનો માર્ગ ખોરવાયો છે. આ માર્ગ પરના ખંઢેરા ગામનો પુલ જર્જરિત થઇ જતા જામનગરથી આવતા વાહનોને ડાયવર્ટ કરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply