જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે બેઠક, યોજનાઓની કરી સમીક્ષા
Live TV
-
બેઠકમાં મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને જિલ્લા કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓ જોડાયા હતા.
ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે પ્રદેશના પદાધિકારીઓની એક બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને જિલ્લા કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓ જોડાયા હતા.
બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ, સ્વચ્છ ભારત અભિયાન, સાક્ષરતા વગેરે કામોને જન જન સુધી પહોંચાડવાના અભિયાનની સમીક્ષા થઈ હતી. તેમજ જળસંચય અભિયાનમાં સરકાર સાથે લોક ભાગીદારીને જોડી, નિર્ધારીત લક્ષ્ય પાર કરવાના કામો પર પણ વિચાર વિમર્શ થયો હતો.
આગામી દિવસોમાં ખેડૂતોને દિવસે પણ ખેતી માટે વીજળી મળી રહે તે આશયથી સગવડતા પૂર્ણ સોલર પંપ આપવાની રાજ્ય સરકારની યોજના પર પણ વિચાર વિમર્શ થયો હતો.