જીલ્લા બાલ સુરક્ષા એકમના ઊપક્રમે કરાયું એક દિવસીય કાર્યક્રમનું આયોજન
Live TV
-
જીલ્લા બાલ સુરક્ષા એકમ, છોટાઉદેપુર દ્વારા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં દરબારહોલ ખાતે બાળ અધિકારો - પાલક માતાપિતા યોજના અને સ્પોન્શર શીપ યોજના અંતર્ગત એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું.જેમાં 156 બાળકોને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. જેમને જિલ્લા કલેકટરના ફંડમાંથી શિક્ષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલા બાળસુરક્ષા એકમની કચેરી દ્વારા સમયાંતરે બાળકો માટે અનેક કાર્યક્રમોનું આયોજન અને કામગીરી કરવામાં આવી છે. જેમાં કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા વર્ષ 2017માં 74 બાળકોને કાયદાના સંઘર્ષમાં આવેલા હોય તેવા 32 બાળકોનું પુનઃવસન કરવામાં આવ્યું હતું. તો પાલક માતા યોજના અંતર્ગત 74 બાળકોને છ માસિક રૂપિયા 9.42 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું હતું.