જૂનાગઢઃ માણાવદર રેંજમાં 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા
Live TV
-
જૂનાગઢ જિલ્લાના માણાવદર રેંજ હેઠળ બાંટવા ખારો ડેમ વિસ્તારમાં ૫૩ પક્ષીઓના મૃતદેહ મળી આવતા પક્ષીપ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. આ બનાવના પગલે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
આ અંગે પશુપાલન વિભાગના નાયબ નિયામક ડોક્ટર દિલીપ પાનેરાએ જણાવ્યું હતું કે સ્થળ પરથી ૪૬ ટીટોડી, ૩ બગલી, ૩ બતક, ૧ નટકો પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. પક્ષીઓના મૃત સેમ્પલને ભોપાલની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી પક્ષીઓના મોતનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ પોસ્ટમોર્ટમ તેમજ લેબોરેટરી દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ પોઇઝનના કારણે મોત થયાનું જાણવા મળેલ છે. સલામતીના પગલાં રૂપે પશુપાલન વિભાગે આસપાસમાં વિસ્તારમાં આવેલ મરઘાં ઉછેર કેન્દ્રો માં પણ ચેકીંગ હાથ ધરીને નમૂના લીધા છે.
