જૂનાગઢ ખાતે આશા વર્કર બહેનોનું મહાસંમેલન યોજાયું
Live TV
-
કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકારના વિભાગો સાથે કદમ મિલાવી કામ કરતા આશા કાર્યકરોનું એક સંમેલન જૂનાગઢ ખાતે મળ્યું હતું.
કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકારના વિભાગો સાથે કદમ મિલાવી કામ કરતા આશા કાર્યકરોનું એક સંમેલન જૂનાગઢ ખાતે મળ્યું હતું. જૂનાગઢ જિલ્લાની એક હજાર આશા બહેનો એ સંમેલનમાં હાજર રહી આગામી કાર્યક્રમોની જાણકારી મેળવી હતી અને અંતરિયાળ વિસ્તાર સુધી આરોગ્ય તેમજ લાભકારક યોજનાઓની જાણકારી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયતના અધિક આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે સવારથી સાંજ સુધી ચાલેલા આશા સંમેલનમાં બહેનોને આરોગ્યલક્ષી જાણકારી આપી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સંમેલનમાં સહભાગી બનેલી આશા બહેનો એ આ સંમેલનને એમની કામગીરી માટે ઉપયોગી ગણાવ્યું હતું.