Skip to main content
Settings Settings for Dark

ટપાલ સેવાને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે ડાક અદાલત

Live TV

X
  • ટપાલ સેવાને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેરી વિભાગ, અમદાવાદ – 380 009ની કચેરી ખાતે તા. 12-02-2021ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદશહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરશે. અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), આકાશવાણી ઓફિસની પાછળ, ઈન્ક્મ ટેક્સ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380 009ને મોકલવી જેથી નિયત તારીખ 10-02-2021 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહિં. ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહિં. તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતાં વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply