ટોલટેક્ષ પર મારામારી કરી 15 શખ્સોએ કરી 4.40 લાખની લૂટ
Live TV
-
શખ્સો દ્વારા દેશી કટ્ટા વડે ફાયરીંગ કરી ટોલબુથની ઓફિસમાં તોડફોડ કરી કર્મચારીઓને મારમારી લુંટ ચાલવવામાં આવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો.
ભરૂચ નેશનલ હાઇવે નં-8 પર કેબલ સ્ટે-બ્રિજ પાસે આવેલા ટોલટેક્ષ પર ફાયરીંગ કર્મચારીઓને માર મારીને 4 લાખ 40 હજારની લૂંટની ઘટના સામે આવી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, 15 જેટલા હથિયારધારી લૂંટારૂઓ ટોલટેક્ષના કર્મચારીઓને માર મારીને લૂંટ ચલાવીને ફરાર થઇ જાય છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલા કેબલ સ્ટે-બ્રિજ પાસે ટોલટેક્ષ પર ગઇકાલે બુધવારે સાંજે 15 જેટલા સખ્શો ટેમ્પોમાં જઇ રહ્યા હતા. આ સમયે ટેમ્પો ઓવરલોડેડ હોવાથી આ શખ્સો ટોલટેક્ષના સ્ટાફ સાથે ઝગડો કરવા લાગ્યા હતા. જોતજોતામાં જ શખ્સોએ કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી હતી.
ટોલ કર્મચારીઓ કઈ સમજે વિચારે તે પહેલા મારક હથિયારો સાથે ધસી આવેલા તોફાની તત્વોએ હાજર ટોલ બુથના સ્ટાફ પર હુમલો કરી ટોલટેક્ષ પ્લાઝામાં તોડફોડ કરી આતંક મચાવી દીધો હતો. સમગ્ર ઘટનાનું લાઈવ ફૂટેજ સીસીટીવીમાં કંડારી જતા સ્પષ્ટ પણે તોફાનીઓ કર્મચારીઓ પર લાકડા અને અન્ય હથિયારો સાથે તૂટી પડતા દેખાયા છે. જયારે ટોલ કલેક્શન બુથમાં હાજર કર્મચારી ઉપર પણ હુમલો કરી બુથના કાચ ફોડી નાખતા તે ભયભીત જણાય છે. તો ટોલ કલેક્શન બુથમાં રહેલ કેશ પણ આ લુંટારુઓ એ લુંટી લઇ ત્યાંથી બિન્દાસ્ત પણે પલાયન થઇ ગયા હતા.
બીજી તરફ ટોલટેક્ષ ઉઘરાવનાર ઇજારદારને વાતની જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેઓએ ઘટનાની જાણ પોલીસ મથકે કરી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણથી વધુ કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ખેડવામાં આવ્યા હતા. ઘટના બન્યાનું મૂળ કારણ એક ઓવર લોડેડ ટ્રક ચાલક સાથે તકરાર થયા બાદ અચાનક મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ ઘટના ને અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. અંકલેશ્વર પોલીસે ઘટનાને અતિ ગંભીરતાથી લઇ બેફામ બનેલ અને લુંટ તેમજ તોડફોડ કરી નાસી છુટેલ તોફાની તત્વોને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કાર્ય છે.