મુખ્યમંત્રીની હાજરીમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાયો
Live TV
-
૫૩૧ હિન્દુ, ૧૦ મુસ્લિમ અને એક ખ્રિસ્તી સહિત કુલ ૫૪૨ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમૂહ લગ્નિ પ્રથાને સમયની માંગ ગણાવતાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નોપ્રથાને સંપન્નલ વર્ગોની સામાજિક સ્વીયકૃતિ મળી છે, ત્યારે સમૂહ લગ્નો સામાજિક સમરસતાના ધોતક બની રહયા છે. આ અવસરે મુખ્યેમંત્રીએ રાજય સરકારની યોજના હેઠળ દિવ્યાંગ નવયુગલોને રૂા. એક-એક લાખ આપવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃંતિની પરંપરા મુજબ લગ્ન એ બે વ્ય્કિતનું માત્ર મિલન નથી પરંતુ સમગ્ર પરિવારનું મિલન છે. ભારતીય સંસ્કૃ્તિમાં નારી શકિત સ્વનરૂપા તથા લક્ષ્મીજીનું સ્વરૂપ ગણાય છે. ત્યારે નારી પરંપરાની આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા તેમણે મહિલાઓને સન્માન આપવા અનુરોધ કર્યો હતો.
વડોદરા જિલ્લાના સાવલી ખાતે સમાજ ઉપયોગી અને સમાજ સુધારક પરંપરાને આગળ ધપાવતા ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારની દોરવણી હેઠળ મહેન્દ્રરભાઇ જશભાઇ ચેરીટી ટ્રસ્ટી દ્વારા આયોજિત સ્વ.મહેન્દ્ર ભાઇ જશભાઇ ઇનામદારના જન્મદિન નિમિત્તે યોજાયેલ ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સભવને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રૂભાઇ ત્રિવેદી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકયો હતો. આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્તોત્સવમાં ૫૩૧ હિન્દુ, ૧૦ મુસ્લિમ અને એક ખ્રિસ્તી સહિત કુલ ૫૪૨ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ચાર દિવ્યાંગ યુગલોએ પણ પ્રભુતામાં પગલા માંડયા હતા.