તાપી જિલ્લામાં 98.5 ટકા આધાર કામગીરી પૂર્ણ
Live TV
-
તાપી જિલ્લાની 8, 29,191 જેટલી વસ્તીમાંથી 8,15,511 જેટલા આધારકાર્ડની નોંધણી કરાઇ.
સરકાર દ્વારા હવે દરેક ક્ષેત્રે આધારકાર્ડ ફરજીયાત બનાવી દેવાયા છે, ત્યારે તેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે, હવે બેન્કોને પણ આધારકાર્ડની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી 98.5 ટકા જેટલી પૂર્ણ થઇ જતા તંત્રએ આંશિક હાશકારો અનુભવ્યો છે.
આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાની 8, 29,191 જેટલી વસ્તી નોંધાઈ છે, જે પૈકી 8,15, 511 જેટલા આધારકાર્ડની નોંધણી પૂર્ણ થઇ ગઈ છે. તેને વધુ વેગ મળે તે માટે સરકાર દ્વારા બેન્કોને પણ તેની કામગીરીમાં જોડી દેવામાં આવી છે. તાપી જિલ્લામાં 98 ટકાથી વધુ કામગીરી થતા તંત્ર ના જવાબદારોએ હાશકારો અનુભવ્યો છે.