Skip to main content
Settings Settings for Dark

ટ્રાફિક, બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાને લઈને હાઇકોર્ટમાં સુનાવણી

Live TV

X
  • ગુજરાત હાઈકોર્ટે આજે ટ્રાફિક, બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાને લઈ એક સપ્તાહ બાદ ફરીવાર સુનાવણી કરી છે. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 7 દિવસનો વધુ સમય આપી એએમસીને ખખડાવી હતી. કોર્ટે વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી એડવાન્સ પ્લાનિંગ કરવા કહ્યું છે.
     આટલા મોટા ભૂવા પડે છે તો શું કરવું?. આ પ્રકારના ભૂવા લોકો માટે જોખમી બની શકે છે. કોર્ટના સવાલો પર AMCએ જણાવ્યું કે, જુની પાઈપલાઈનના કારણે ભૂવા પડે છે. 

     આજે ગુજરાત હાઈકોર્ટે પાર્કિંગમાં અડચણરૂપ બાંધકામો સામે પગલા લેવા પણ આદેશ કર્યો છે. તેમજ શહેરમાં પાર્કિંગ મુદ્દે ટકોર કરતા કહ્યું કે, પાર્કિંગની સુવિધા વધારવાની જરૂરીયાત છે. માત્ર એટલું જ નહીં કોર્ટે આ અંગે અનેક સવાલો પૂછ્યા છે. કોર્ટે કહ્યું કે, કોઈ સિસ્ટમ કેમ ઉભી ન કરી શકાય?, ટેકનોલોજીનો ઉપયોગ કેમ ન થાય? તેમજ છેલ્લા અઠવાડિયા દરમિયાન ટ્રાફિક પોલિસે કરેલી કામગીરી અંગે હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો. 
    નોંધનીય છે કે પોલિસ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગને તદ્દન નાબૂત કરવાની ઝુંબેસ સાથે શહેરના વિવિધ મોલમાં પણ જાહેર પાર્કીંગની વ્યવસ્થા કરાવી છે. જે અંગે 
    અમદાવાદના પ્રજાજનોએ પણ આ નિર્ણને આવકાર્યો છે. અમદાવાદ પોલીસની આ ટ્રાફિક ઝુંબેશને અનુસરીને રાજકોટ,વડોદરા અને  સુરત પોલીસ પણ કોઈ આ જ પ્રકારની ઝુંબેશ શરુ કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply