Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી

Live TV

X
  • રાજકોટ પંથકમાં ન્યારી ડેમ સંદર્ભે ચેતવણી જાહેર કરાઈ છે કે ડેમ નિર્ધારિત સપાટીએ 80 ટકા ભરાઈ જવામાં હોવાથી ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે

    રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે જેના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યોમાં વેગ આવ્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી બાદ જે તે વિસ્તાર માટે ચેતવણી પણ જાહેર કરાઈ છે. રાજોકટ પંથકમાં ન્યારી ડેમ સંદર્ભે ચેતવણી જાહેર કરાઈ છે કે ડેમ નિર્ધારિત સપાટીએ 80 ટકા ભરાઈ જવામાં હોવાથી ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમના હેઠવાસમાં આવતાં ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, વણપરીના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. દરમિયાનમાં ગુજરાતના લગભગ તમામ 251 તાલુકામાં વરસાદ પડ્યો છે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછો છે. વઘઈમાં મોસમનો 102 ટકા વરસાદ નોંધાયો છે તો કચ્છના રાપરમાં માત્ર 1.30 ટકા જ વરસાદ પડ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply