Skip to main content
Settings Settings for Dark

ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, ગાંધીનગર સહિત નલિયા બન્યું ઠંડુગાર

Live TV

X
  • આ વર્ષે ઠંડીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં  જોરદાર બરફ વર્ષાથી  ભારે ઠંડી મહેસૂસ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ ક્ષેત્રના , કોકીય નામગમાં , ભુસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું છે. હિમાચલના મેદાન વિસ્તારમાં , ગઈકાલે ભારે વરસાદ સાથે કરા પડતાં રાજધાની સીમલામાં તાપમાન વધારે ઠંડું થયું હતું. રાજધાનીમાં ગઈ સાંજે થયેલ બરફ વર્ષાથી સમગ્ર શહેર બરફની ચાદરમાં ઢંકાયું હતું. 

     

    દેશભરમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે. જમ્મુ કાશ્મીર , ઉત્તરાખંડ, અને હિમાચલમાં થઈ રહેલ બરફ વર્ષાને પગલે , ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઇ રહેલી પ્રચંડ હિમવર્ષાના પગલે ગુજરાત પણ ઠંડુ ગાર થઇ ગયું છે. રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ કચ્છનું નલિયા રહ્યું છે. 

    અહીં  તાપમાન 5.8 જેટલું રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં 6.4, ડિસામાં 6.6 અને અમદાવાદમાં 8.1 જેટલું તાપમાન રહ્યું હતું. આગામી બે દિવસ હજુપણ શિતલહેર રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

    હવામાન વિભાગ અનુસાર , આજે સીમલા સહિત પર્વતીય વિસ્તારમાં , બરફ વર્ષાની સંભાવના છે. પહાડી વિસ્તારમાં બરફ વર્ષાના પગલે દેશના મેદાની વિસ્તારમાં ભારે ઠંડી અનુભવાઈ રહી છે. દિલ્હી - એનસીઆરમાં ગઈકાલે કરા સાથે વરસાદ થયો હતો. જેના પગલે તાપમાન ઘટી ગયું હતું. 

    ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કોડવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવની અસર વર્તાશે. જ્યારે આજે 9.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply