Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ સુબિર તાલુકાના બરડીપાડા અને પિપલાઈદેવી ખાતે પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

Live TV

X
  • ડાંગઃ સુબિર તાલુકાના બરડીપાડા અને પિપલાઈદેવી ખાતે પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

    ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના બરડીપાડા અને પિપલાઈદેવી ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇનના હસ્તે પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા બરડીપાડા પશુ દવાખાનાનું રૂપિયા 60.43 લાખ તેમજ પિપલાઇદેવી પશુ દવાખાનાનું રૂપિયા 88.31 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ બરડીપાડા તથા આજુબાજુના કુલ 10 ગામડા માટે મોબાઈલ પશુ ચિકિત્સાવાન પણ શરૂ કરવામાં આવી છે. જેને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પશુ ચિકિત્સાવાનનો નિઃશુલ્ક લાભ લેવા માટે ટોલ ફ્રી નંબર 1962 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી શકાય છે.

    આ પશુ ચિકિત્સાવાનમાં એક વેટેરનરી ડોક્ટર તથા એક પાઇલોટ કમ ડ્રેસર છે. આ ફરતા પશુ દવાખાનામા દરેક પ્રકારના સાધન ઉપલબ્ધ કરાવાયા છે. તેમજ આ સાધનોની મદદથી અલગ અલગ પ્રકારના ઓપરેશન પણ કરવામાં આવે છે. આ દવાખાનાનો લાભ લેવા માટે ટોલ ફ્રી નંબર 1962 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી, પશુ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ નિ:શુલ્ક મેળવી શકાય છે.

    આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઇ ભોયે, સામાજિક કાર્યકર સુભાષભાઇ ગાઇન, પશુપાલન અધિકારી ધર્મેશભાઈ ચૌધરી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply