ડાંગની સરિતા ગાયકવાડે પોલેન્ડ ખાતે એથલેટિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
Live TV
-
ગોલ્ડન ગર્લ સરીતા ગાયકવાડે પોલેન્ડ ખાતે યોજાયેલી યુરોપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કર્યું છે.
સરિતાએ એથલેટિક્સમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ભારતની સાથે સાથે ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે.
સરિતા ગાયકવાડે યુરોપીયન એથલેટીક્સમાં આજે ફરીથી વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પોલેન્ડની પોઝનાન ગ્રાન્ડ પ્રિમાં સરિતાએ 400 મીટર મહિલા દોડને 52.77 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ દોડમાં 15 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેની પહેલા સરિતાએ 2018મા એશિયન ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
