રાજ્યમાં CNG સ્ટેશન સ્થાપવાની પ્રક્રિયા અંતર્ગત CM રૂપાણીએ લીધા મહત્વના નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સી.એન.જી. સ્ટેશન સ્થાપવાની પ્રક્રિયાને વેગ મળે તે માટે મહત્વના નિર્ણય લીધા છે.
સી.એન.જી. સહભાગી યોજના હેઠળ લેવાયેલા નિર્ણય મુજબ , હાલ કાર્યરત પેટ્રોલ પંપ તેમજ નવા શરૂ થનારા સી.એન.જી. સ્ટેશન માટે લેવાની રહેતી ફાયર વિભાગની મંજૂરી ઉપરાંત વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓનલાઈન અરજી કર્યાના 7 દિવસમાં જ આપી દેવામાં આવશે.
સરકારે તાજેતરમાં સીએનજી વાહન ધારકોની સુવિધા માટે , રાજ્યમાં મોટી સંખ્યામાં , સીએનજી પંપ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સીએનજી સહભાગી યોજના અંતર્ગત કામગીરી કરવા બદલ , સીએનજી ડિલર એસોસીએશને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ યોજના અંતર્ગત બે વર્ષમાં રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત ગેસ લિમીટેડ તેમજ સાબરમતી ગેસ લિમીટેડ દ્વારા 300 થી વધુ નવા સીએનજી સ્ટેશન કાર્યરત કરવાની યોજના છે.
