ડાંગ : આહવા ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ, 200 સખીમંડળોને બે કરોડ રૂપિયાની લોન અપાઇ
Live TV
-
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષપદે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. ડાંગ જેવા વન વિસ્તારમાં નાના ગૃહ ઉદ્યોગો ગ્રામીણ નારીઓ માટે સ્વરોજગારીનું માધ્યમ બની રહ્યા છે, ત્યારે આ ક્ષેત્રે વિકાસની તકનો ખ્યાલ આપતાં રાજપૂતે રાજ્ય સરકારના 'સુશાસનના પાંચ વર્ષ'ના કાર્યોની ઝાંખી કરાવી હતી. કુલ 200 સખીમંડળોને બે કરોડ રૂપિયાની લોન આપવામા આવી હતી. મહાનુભાવોના હસ્તે દસ સખી મંડળોને ચેક તથા લોનના મંજુરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાની બે આંગણવાડીઓનું ડીજીટલ લોકાર્પણ કર્યુ હતું.
