Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં “બાલક પાલક સર્જન” કાર્યક્રમનો પ્રારંભ

Live TV

X
  • ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં “બાલક પાલક સર્જન” કાર્યક્રમનો પ્રારંભ: વાલીઓની ભાગીદારીથી બાળકોનો પાયો મજબૂત કરાશે

    ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) વિભાગ દ્વારા આજે ડાંગ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે “બાલક પાલક સર્જન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વાલીઓને પૂર્વ-પ્રાથમિક શિક્ષણની પ્રક્રિયામાં સક્રિય રીતે જોડીને બાળકોના ભવિષ્યનો પાયો વધુ મજબૂત અને સંગીન બનાવવાનો છે.
     
    વાલીઓની જાગૃતિ પર વિશેષ ભાર

    કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકરો અને સુપરવાઈઝર્સ દ્વારા ઉપસ્થિત માતા-પિતા તથા વાલીઓને પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની નિયમિતતા વધે અને ૩ થી ૬ વર્ષના ભૂલકાઓનો માનસિક તેમજ શારીરિક વિકાસ યોગ્ય દિશામાં થાય તે માટે વાલીઓ અને આંગણવાડી વચ્ચેનો સમન્વય ખૂબ જ જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આ કાર્યક્રમને વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply