Skip to main content
Settings Settings for Dark

ડાકોરમાં અષાઢી બીજે નહીં ગુરુપુષ્ય નક્ષત્રમાં થશે રથયાત્રા 

Live TV

X
  • અમદાવાદ શહેરમાં થતી રથયાત્રાનું એનેરું મહત્વ છે અને તેને જોવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે. જો કે રથયાત્રા હવે રાજ્યમાં અનેક જગ્યાએ યોજાય છે. ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે અષાઢી સુદ બીજની આસપાસ આવતા ગુરુપુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાશે.

    દેશભરના પ્રસિધ્ધ યાત્રાધામો સહિત જગન્નાથપુરી અને દ્વારિકામાં અષાઢી સુદ બીજના દિવસે ઉત્સાહ-ઉમંગ સાથે ભક્તિભાવપૂર્વક રથયાત્રા યોજાશે. ડાકોરમાં રથયાત્રા તિથિ નહીં પરંતુ નક્ષત્રના આધારે યોજવામાં આવે છે. અષાઢી સુદ બીજની આસપાસ આવતા ગુરુપુષ્ય નક્ષત્રમાં ડાકોર ખાતે ભવ્ય રથયાત્રા યોજવામાં આવશે. 

    ડાકોર રણછોડરાયજીની રથયાત્રામાં ચાંદીનો પ્રાચીન રથ, તાંબાનો રથ તેમજ લાકડાના રથનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત હાથી પર સવારી માટે અંબાડી તેમજ પાલખીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply