રથયાત્રાઃ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી કરાઈ, રાજ્યપાલે ઉતારી આરતી
Live TV
-
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ - મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ - વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાઈ ભગવાનની નેત્રોત્સવ વિધિ - રાજ્યપાલ ઓ.પી કોહલીએ નિજ મંદિરમાં કરી ભગવાનની પૂજા અર્ચના
આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. અને ભગવાન જગન્નાથજીના દર્શન અને આરતી કર્યા હતા. મહંત શ્રી દિલીપદાસજી મહારાજે રાજ્યપાલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ પ્રસંગે મેયર બિજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ભગવાન જગન્નાથજી, ભાઇ બલદેવજી અને બહેન સુભદ્રા સાથે મોસાળ સરસપુરથી નીજ મંદિર પરત ફર્યા છે. મંદિરમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ યોજાયો હતો. નેત્રોત્સવ વિધિ સંપન્ન થયા બાદ વિશિષ્ટ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યાં હતા.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રથયાત્રાશાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષાની કોઈ ખામી ન રહી જાય તે માટે આજે કમિશનર એ.કે. સિંઘના નેતૃત્વ હેઠળ ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું અને સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી હતી.
