Skip to main content
Settings Settings for Dark

ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત ગુજરાત એસટી દ્વારા UPI પેમેન્ટ સેવાનો આજથી પ્રારંભ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતને એસટી દ્વારા 2,000 જેટલા UPI પેમેન્ટ મશીન દ્વારા ST બસના મુસાફરો માટે ‘ટીકીટ સેવા’નો આજથી ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ UPI પેમેન્ટના અમલથી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને કંડકટરને રોકડ અથવા છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે સમયની પણ બચત થશે. 

    વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના મુસાફરોની સુવિધામાં વધારો કરવા ગાંધીનગર એસટી ડેપોમાંથી વધુ 40 નવીન રેડી બિલ્ટ મિડિ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, દૂરદૂરના ગામડા-શહેરોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ તેમજ વડીલોને મુસાફરીની શ્રેષ્ઠ અને સલામત સવારી માટે ગુજરાત એસટીની હજારો બસો કાર્યરત છે. ગુજરાત એસટી નિગમ દ્વારા નવી 400 બસ પૈકી બાકીની 40 બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ ૨,૦૦૦ જેટલી નવીન આધુનિક બસો નાગરીકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ, પ્રવાસન ધામોમાં જવા-આવવા માટે વધુને વધુ નવીન બસોની સુવિધા શરૂ કરવામાં આવશે જેથી ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. 

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયત માપદંડ સાથે તૈયાર કરાયેલી ભારત સ્ટેજ-6 રેડી બિલ્ટ મિડિ બસમાં 33 આરામદાયક બેઠક વ્યવસ્થા, લેગ રૂમ, ઇન્ટીરીયર પેનલીંગ, સર્વિસ ડોર, રીવર્સ કેમેરા,વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ-પેનિકબટન, એક્શટીગ્યુશર બોટલ, ફાયર ડીટકશન એન્ડ એલાર્મ સિસ્ટમ, ઈમરજન્સી ડોર, સહિતની સુવિધા ઉપલબ્ધ છે જેની પ્રતિ બસ કિંમત અંદાજે રૂ. 27 લાખ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply