Skip to main content
Settings Settings for Dark

મહાનગરોમાં શહેરી વિકાસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટસ શરુ થતાં અંદાજે 4750 લોકોને રોજગાર મળશે

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રુપિયા 7460 કરોડના રોકાણ માટે 8 MOU થયા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે દર સપ્તાહે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવામાં આવે છે જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને 8 જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU થયા હતા. આ MOU અંતર્ગત પ્રોજેક્ટસ શરુ થતાં અંદાજે 4750 જેટલા લોકોને રોજગાર ઉપલ્બધ થશે.

    રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે  8 જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્‍ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. 7459.68 કરોડના MoU શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે. સંભવત 2026 થી 2028 સુધીમાં કામ પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે 4,750 જેટલા લોકોને રોજગાર અવસર મળવાની સંભાવના છે.

    આના પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ફેસેલીટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ MoU નિર્ણાયક બની રહેશે. રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સ્કાયરાઇઝ બિલ્ડીંગ્સ, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોના નિર્માણ માટે બાંધકામ નિયમોમાં 2020 માં વિશેષ જોગવાઈઓ દાખલ કરેલી છે. પરિણામે, આ મહાનગરોમાં જમીનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ કોર્પોરેટ બિલ્ડિંગ્સ અને ઉંચા કોમર્શિયલ પ્રોજેક્ટસ શરૂ થવા જઈ રહ્યા છે.

    આ સંદર્ભમાં જે MoU થયા છે તેમાં, અમદાવાદ મહાનગરમાં 4 પ્રોજેક્ટસમાં રૂ. 6,601 કરોડના સંભવિત રોકાણો આવશે. સુરતમાં રૂ. 450 કરોડના અને વડોદરામાં રૂ. 410 કરોડના રોકાણો માટેના MoU કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરોએ સંબંધિત ડેવલપર્સ સાથે MoU એક્સ્ચેંજ કર્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply