Skip to main content
Settings Settings for Dark

સાર્વજનિક મિલકતના વેચાણ અને ભાડાપટ્ટાની કાર્યવાહી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ પર થશે

Live TV

X
  • ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રવક્તા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ ની કલમ-૩૬ હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી પરંતુ હવથી મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા-બદલીની મંજૂરી આપવામાં આવશે. ટ્રસ્ટની કોઈપણ મિલકતની કોઈપણ પ્રકારે એટલે કે વેચાણ, ગીરો, વિનીયમ ભાડાપટ્ટે અથવા બક્ષિસના પ્રસંગે જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિના મિલકતની કિંમત અંગેનો રિપોર્ટ ફરજિયાત મેળવવાનો રહેશે. 

    પ્રવક્તા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિયમ કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદીલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. 

    હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ "જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ" દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટની મિલકતની અપસેટ વેલ્યુ "જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ (DLVC)" દ્વારા નિયત કરાશે. આ સમિતિમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, સંબંધિત પ્રવર નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતું સભ્ય હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply