ડેન્માર્ક - આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ ઓલમ્પિયાડમાં અમદાવાદના નવ વિદ્યાર્થીઓ લેશે ભાગ
Live TV
-
આ નવ વિદ્યાર્થીઓની ત્રણ ટીમોએ વિશ્વમાં ડાયનેમિક ટ્રાન્સપોર્ટેશન, સ્માર્ટ ટ્રાન્સપોર્ટર અને હાઈટેક ટ્રાન્સપોર્ટ વિષય પર તેમનો રોબોટીક પ્રોગ્રામ બનાવ્યો
અમદાવાદના નવ વિદ્યાર્થીઓ ડેન્માર્ક ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ ઓલ્મ્પિયાડમાં ભાગ લેવા માટે ડેન્માર્ક જઇ રહ્યાં છે. સમગ્ર દેશમાંથી અમદાવાદ એવું શહેર છેકે તેના નવ વિદ્યાર્થીઓ આ સ્પર્ધા માટે પસંદ થયાં છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સ્માર્ટ ઈન્ડિયા તથા પર્યાવરણને પ્રદુષણ મુક્ત કરવાના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ધોરણ પાંચથી 10ના નવ વિદ્યાર્થીઓની ડેન્માર્ક ખાતે યોજાનારી વર્લ્ડ રોબોટીક ઓલમ્પીયાડ માટે પસંદગી થઈ છે. આ નવ વિદ્યાર્થીઓની ત્રણ ટીમોએ વિશ્વમાં ડાયનેમિક ટ્રાન્સપોર્ટેશન, સ્માર્ટ ટ્રાન્સપોર્ટર અને હાઈટેક ટ્રાન્સપોર્ટ વિષય પર તેમનો રોબોટીક પ્રોગ્રામ બનાવ્યો છે. આ પ્રોગ્રામ દ્વારા તેઓ વિશ્વમાં ઈંધણ બચત, વિજળી બચત સાથે વાહન વ્યવહારનો સ્માર્ટ ઉપયોગ કરવાનો સંદેશો આપે છે.આજે વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી પ્રત્યેની રસ અને ઋચિ વધી રહી છે. તેમજ સંસોધનના સ્રોત પણ વધતાં સર્જાનાત્મક સંસોધનો વધી રહ્યાં છે.તેનો લાભ થઇ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય રોબોટિક સ્પર્ધામાં ભાગ લેવા આ ત્રણે ટીમના નવ વિદ્યાર્થીઓ ડેન્માર્ક જઇ રહ્યું છે ત્યારે આ વિદ્યાર્થીઓએ ગુજરાતનું ગૌરવ વધારવાનુ કાર્ય કર્યું છે.