રાજ્યમાં આગામી 5 દિવસ દ.ગુ.અને ઉ.ગુ.માં ભારે વરસાદની આગાહી
Live TV
-
રાજકીય આગેવાનો સહિત અધિકારીઓએ ઘટના સ્થળે પોંહચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. નવસારી જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ભાટ ગામે દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી બે યુવાનો લાપતા બન્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી ને લઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી હતી. પરંતુ કલેકટરના જાહેરનામાની અવગણના કરીને ભાટ ગામના 5 જેટલા યુવાનો માછીમારી કરવા દરિયો ખેડવા ગયા હતા. ત્યારે ભારે વરસાદ અને પવન વચ્ચે હોડી પલ્ટી જતાં આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણ માછીમારો પરત હેમ ખેમ બહાર આવવામાં સફળ રહ્યા હતા. જ્યારે અન્ય બે માછીમારોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જ્યારે જિલ્લા તંત્ર દ્વારા બે માછીમારોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે માછીમાર યુવકો ગુમ થયા છે. તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું છે અને સમગ્ર ગામ ચિંતાગ્રસ્ત બન્યું છે. રાજકીય આગેવાનો સહિત અધિકારીઓએ ઘટના સ્થળે પોંહચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો