ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા 2 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Live TV
-
અમદાવાદ ATSની ટીમે કચ્છમાંથી બંને આરોપીઓને ઝડપ્યા હતા
અમદાવાદ એટીએસની ટીમે કચ્છમાંથી બે યુવકોને 1 કિલોગ્રામ બ્રાઉન સુગરના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ બ્રાઉન સુગરની કિંમત અંદાજે 1 કરોડ જેટલી થાય છે. બંને વિરુધ્ધ અમદાવાદ એટીએસ ખાતે ગુનો નોંધાયો છે.ડ્રગ્સનો આ જથ્થો સમુદ્રીમાર્ગે ભારતમાં ઘુસાડાયો હોય તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે,આરોપીઓની સઘન પૂછપરછ માટે બંનેને એટીએસ દ્વારા ભુજ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે