મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
Live TV
-
રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટની સર્વગ્રાહી કામગીરીની કરી સમીક્ષા
મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ફ્રેઈટ કોરિડોરની કામગીરી આગામી 2021 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ હેતુસર જમીન સંપાદન સહિતની બાબતોમાં સહયોગ કર્યો છે અને હવે આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યો છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો માર્ચ 2020 માં કાર્યરત થઈ જશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ , મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત રાજય સરકારના વરિષ્ઠ સચિવો , રેલ્વે બોર્ડના અધ્યક્ષ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.