ડૉ. કુબેર ડિંડોરના પ્રેરક નવતર અભિગમથી 'મહિસાગર જ્ઞાનગંગા પ્રોજેકટ' શરૂ
Live TV
-
બે દિવસીય લેખન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરના પ્રેરક નવતર અભિગમથી 'મહિસાગર જ્ઞાનગંગા પ્રોજેકટ' શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પુસ્તક લેખનની બે દિવસીય લેખન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા લેખકોએ મહીસાગર જિલ્લાની આ પહેલમાં સહભાગી થવા બદલ ખુશી સાથે અમૃત કાળમાં આવા નવતર પ્રયોગો બાળકોમાં સુટેવોનું સર્જન કરી નવા ભારતનું નિર્માણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.