મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાને ખુલ્લો મુકશે
Live TV
-
જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાને પ્રવાસી જનતા માટે ખુલ્લો મુકશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાને પ્રવાસી જનતા માટે ખુલ્લો મુકશે. પ્રવાસન વિભાગ દ્વારા 76 કરોડ રૂપિયાના ખર્ચે આ કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેનું લગભગ ત્રણ વર્ષ કામ ચાલ્યા બાદ આજથી ફરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. મુખ્યમંત્રી લોકાર્પણની સાથે મહિલા સંમેલન, સહકારી સંગઠનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટાઉનહોલ ખાતે વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમના હસ્તે જૂનાગઢ મનપાના કરોડોની રકમના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.