Skip to main content
Settings Settings for Dark

તરણેતર મેળામાં મલ્ટી મીડિયા પ્રદર્શન સ્થળ પર પોષણ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

Live TV

X
  • તરણેતર મેળામાં મલ્ટી મીડિયા પ્રદર્શન સ્થળ પર પોષણ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

    વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં માહિતી પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત દ્વારા મલ્ટી મીડિયા પ્રદર્શન સ્થળ પર પોષણ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ પૌષ્ટિક વાનગી નિદર્શન, પોષણ ગરબા, મૌખિક સંદેશ, પત્રિકા વિતરણ, ઈનામ વિતરણ જેવી વિભિન્ન પ્રવૃત્તિ દ્વારા પોષણ અભિયાન અંગે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મિલેટ વર્ષની પોષણ અભિયાન ની સપ્તાહના ઉજવણીના ભાગરૂપે  વિવિધ વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી. પૌષ્ટિક  વાનગી બનાવી લાવનાર ને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે સ્વચ્છતા માટે લોકો જાગૃત થાય અને પ્લાસ્ટિક ન વાપરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા તેમજ નિઃશુલ્ક કાપડની થેલી વિતરણ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply