Skip to main content
Settings Settings for Dark

વડોદરાના પૂરગ્રસ્ત ગામોમાં પાક નુકસાનીના સર્વે માટે 102 ટીમો, મકાનોના સર્વે માટે 43 ટીમો કાર્યરત

Live TV

X
  • વડોદરા જિલ્લામાં નર્મદા અને મહીસાગર નદીના પૂરને કારણે ડભોઈ તાલુકાના 4, શિનોરના 4, કરજણના 3, ડેસરના 3, વડોદરા ગ્રામ્યના 5, સાવલીના 1 અને પાદરા તાલુકાનાં 11 સહિત 31 ગામો અસરગ્રસ્ત થયા હતા. પૂરના પાણી ઓસરતા આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી સહિત રોગચાળા અટકાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ તમામ ગામોમાં વીજ પુરવઠો પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના કલેકટર અતુલ ગોરે આજે અસરગ્રસ્ત ગામોમાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી. 

    કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. પૂરના પાણી ઘરો અને દુકાનમાં ઘૂસવાથી થયેલી નુકસાનીના સર્વે માટે 39 ટીમો કામગીરી કરી રહી છે. આ ઉપરાંત જે ગામોમાં પૂરના પાણીને કારણે ખેડૂતોના પાક અને જમીન ધોવાણ અંગે થયેલ નુકસાનીના સર્વે માટે 102 ટીમો કામગીરી કરી રહી છે. જિલ્લામાં 17 ટીમો દ્વારા 157 પશુઓની સારવાર કરવા સાથે 3797 પશુઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. જરૂર પડે ત્યાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે. અસરગ્રસ્ત ગામોમાં ઝૂંપડા કાચા પાકા મકાનોના સર્વે માટે 43 ટીમો કાર્યરત કરવામાં આવી છે.અત્યાર સુધીમાં 20 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત 31 ગામોમાં 38 ટીમો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામડાંઓમાં સ્થાનિક ગ્રામ પંચાયત અને ડભોઇના 4 ગામોમાં ડભોઈ નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની 6 સહિત 10 ટીમો કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત ગામોમાં પીવાના પાણીની પણ સુચારું વ્યવસ્થા કરવામાં આવી હતી.

    તેમણે ઉમેર્યું કે, પૂર અસરગ્રસ્ત 31 ગામડાંઓમાં રોગચાળો અટકાવવા માટે 65 ટીમો કામગીરી કરી રહી છે. જેમાં મેડિકલ અને પેરા મેડિકલ સહિત 164 કર્મચારીઓનો સ્ટાફ ગામડાંઓમાં ઘરે ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરી રહ્યો છે. અત્યારસુધીમાં 5977 ઘરોનો સર્વે કરવા સાથે 79 ફળિયાને ચૂનાથી ડસ્ટ કરવામાં આવ્યા છે. 1359 ક્લોરિન ટેસ્ટ, 13645 ક્લોરિન ગોળી તેમજ ORSના 41,000 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 41 મેડિકલ કેમ્પ દ્વારા 807 દર્દીઓની તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ગામોના મુખ્ય રસ્તા તેમજ અંદરના રસ્તાઓ પણ ચુનાથી ડસ્ટીન કરવામાં આવશે. 10,000 કિલો ચૂનાનો વધારાનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply