Skip to main content
Settings Settings for Dark

તહેવારોમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક

Live TV

X
  • તહેવારોમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક

    નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક બની છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ હાથ ધરાતા કુલ રૂ. 10.34 લાખની કિંમતનો 2,633 કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. જૂનાગઢની જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ ખાતે સફળ રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. પેઢીના માલિક કમલેશકુમાર સોઢા વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હતા. તપાસ દરમ્યાન શંકાસ્પદ “અમુલ ઘી” તથા “કૃષ્ણા ઘી”ના 15 કિગ્રા પેકિંગમાં જથ્થો જોવા મળ્યો હતો. તો, ઉમરગામની ચરણામૃત ડેરીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો જોવા મળ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply