તાપીના વાલોડ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ, વિદ્યાર્થીઓને જોબ ઓફર લેટર અપાયા
Live TV
-
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિદ્યાર્થીઓને ઓફર લેટર અપાયા
તાપીના વાલોડ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ..જેમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ અને તાપી જિલ્લાની કુલ 11 કોલેજોના 1100 વિદ્યાર્થીઓએ આ મેગા પ્લેસમેન્ટ કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ..આ કેમ્પમાં વિવિધ પદો પર 72 જેટલી કંપનીઓએ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લીધા હતા..અને યોગ્ય ઉમેદવારોને સ્થળ પર જ જોબ ઓફર લેટર આપવામાં આવ્યા હતા.બીએ, બીકોમ, બીએસસી, ડિપ્લોમા એન્જનિયિરીંગ સહિત વિવિધ વિદ્યાશાખામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ આપવા પહોચ્યા હતા..વિદ્યાર્થીઓને જોબ લેટર મળતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી..કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર યુવાનોને રોજગાર મળી રહે તે માટે કટિબદ્ધ છે..તાપી અને ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ કે જેઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે તેમને વિવિધ કંપનીઓ દ્વારા જોબ લેટર ઓફર કરવામાં આવ્યા..
