તાપી જિલ્લામાં આવેલા મારુતિધામ આશ્રમના મહંતને મળ્યું રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ
Live TV
-
તાપી જિલ્લામાં આવેલ મારુતિધામ આશ્રમના મહંત રામદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાથી વ્યારા આવી વસ્યા હતા અને વ્યારાને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી.
હાલમાં સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે. સમગ્ર દેશમાં અલગ-અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશના અલગ-અલગ ખૂણામાંથી સાધુસંતો, મહંતો અને મહાત્માઓને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં આવેલ મારુતિધામ આશ્રમના મહંત રામદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાથી વ્યારા આવી વસ્યા હતા અને વ્યારાને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી.
તેઓ અલગ-અલગ વિસ્તારોમાં લોકો સમક્ષ રામકથા કરતા હતા અને રામ જન્મભૂમિનું મહત્વ સમજાવતા હતા. તેઓ લોકોને અયોધ્યા રામજન્મભૂમિ મુક્તિ માટેની વાતો સમજાવતા હતા. ત્યાર બાદ તેઓએ વ્યારામાં મારુતિધામની સ્થાપના કરી રોકડીયા હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું અને 14 વર્ષ સતત રામધૂનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
હાલ જ્યાં જુઓ ત્યાં અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વાતો જ જોવા મળે છે. સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. અને ઠેર-ઠેરથી સાધુસંતો, મહંતો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા જઈ રહ્યા છે. મહંત રામદાસજી મહારાજ આજે હયાત નથી, પરંતુ ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ તેમના શિષ્ય અને હાલના ગાદીપતિ મહંત ગણેશદાસજી મહારાજને મળ્યું છે. તેથી તેઓ પોતાની જાતને ખુબજ ભાગ્યશાળી સમજી રહ્યા છે.