સુરતમાં 51 બહેનોના હાથ રામાયણના 51 પ્રસંગોને આવરી લઈ મહેંદીના રંગે રંગાયા
Live TV
-
દેશ-વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત 'મહેંદીકૃત રામાયણ' રજૂ કરાઇ.
અયોધ્યામાં ભવ્ય રામમંદિરની પ્રાણપતિષ્ઠા પૂર્વે સુરતમાં વધુ એક ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. રામમય વાતાવરણમાં શહેરમાં ઠેર-ઠેર રામભક્તિના આયોજનો થઈ રહ્યા છે. જેમાં સુરત શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કરી એકવાર મનમોહક મહેંદીનો રંગ બધાને ભક્તિ અને ઉત્સવના રંગમાં રંગી ગયો છે.
દેશ-વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત 'મહેંદીકૃત રામાયણ'માં તેમણે અને તેમની ટીમે રામાયણની ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરી છે. જે સુરતની 51 બહેનોના હાથ પર મુકાઇ હતી, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
નિમિષાબેને મનોમન તેમની માટે વિશેષ લાગણી અને સન્માન ધરાવતા વારલી આર્ટમાં રામાયણના પ્રસંગોને મહેંદી સ્વરૂપે આવરી લેવાનું નક્કી કર્યું.
ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની ચોપાઇ આધારિત રામજન્મ, બાલઅવસ્થા, સ્વયંવર, વનવાસ તરફ પ્રયાણ, સીતા હરણ, હનુમાન મિલન, સુગ્રીવ રાજ્યાભિષેક, રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરાયો હતો. તેમણે કહ્યું કે; "ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારા હ્રદયમાં પ્રસ્થાપિત થયેલી મારી ભક્તિ અને આસ્થાને મેં રામભક્ત બહેનાના હાથ પર મહેંદી સ્વરૂપે કંડારી છે.