હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની સંભાવના
Live TV
-
પાટનગર ગાંધીનગર 11 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના નહિવત છે. તેમજ આવનાર 2 દિવસ આકાશ વાદળછાયું રહેશે. પાટનગર ગાંધીનગર 11 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે ડીસા 11.10 તેમજ નલિયા શહેરમાં 12.10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 13, અમરેલીમાં 14, વડોદરામાં 12.4, સુરેન્દ્રનગરમાં 16.2, તેમજ દીવમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે; અત્યારે રાજ્યમાં 6 કિલોમીટરની ઝડપે પવનની ગતિ જોવા મળી રહી છે તેથી એકંદરે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.