તાપી જિલ્લામાં દિપડાઓનો ત્રાસ સતત વધયો
Live TV
-
દક્ષિણ ગુજરાતમાં દીપડાઓથી પ્રભાવિત જિલ્લો તાપીમાં 30% જેટલો જંગલ વિસ્તાર.
દક્ષિણ ગુજરાતમાં આવેલ તાપી જિલ્લો જાણે દીપડાઓનું અભ્યારણ બનતું જાય છે. જિલ્લાના વાલોડ તાલુકાના ખંભલા ગામેથી વન વિભાગે 19મોં દીપડો પાંજરે પૂરતા ગ્રામજનો સહીત આસપાસના વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દીપડાઓથી પ્રભાવિત જિલ્લો તાપીમાં 30% જેટલો જંગલ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં શેરડીનું કટિંગ જયારે ચાલુ થાય છે. ત્યારે આદમખોર દીપડાઓ માનવ વસ્તી તરફ ફરકતા હોઈ છે. ત્યારે જિલ્લાના વાલોડ તાલુકાનું ખંભલા ગામ દીપડાનું હબ બની ગયું હોવાથી તેના પગલે ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોઈ એમ લાગી રહ્યું છે.
